આશ્રમ એશિયન એલ્ડરલી ડે સેન્ટર ખાતે 16 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બાબુભાઇ એ. પટેલ તેમના પત્ની અને પૌત્ર સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આશ્રમના દાતા ઇલેશ પટેલે સિતારવાદન રજૂ કર્યું હતું. બાબુભાઇ, તેમના પત્ની અને ઇલેશ પટેલે ધ્વજવંદન કર્યું હતું, જ્યારે નીલમ પટેલે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. તમામ સભ્યો હાથમાં તિરંગા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. આ પ્રસંગે દેશભક્તિના ગીતો તેમજ બહેનો દ્વારા લોકનૃત્યો રજૂ થયા હતા.