સર્વિસીસ ફોર NRI લિમિટેડ તમામ બિનનિવાસી ભારતીયો (NRI) તથા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCIs) માટેની યુકે ખાતેની ભારતીય નિયમન સેવાઓની સૌથી અગ્રણી પ્રોવાઇડર છે. તેઓ હેરો ઓફિસની બહાર NRI સમુદાય માટે સેવાઓ પૂરી પાડે છે.
Services for NRI દ્વારા આગામી 7અને 8 મે, 2022ના (શનિવાર-રવિવાર) દિવસોએ વેમ્બ્લી ખાતે 12મા ઇન્ડિયા પ્રોપર્ટી મેળાનું આયોજન કરાનાર છે. આ ઈવેન્ટમાં મુંબઈ, ગુજરાત, પુણે, દિલ્હી, પંજાબ, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગાલુરુ જેવાં ભારતીય શહેરોના ડેવલોપર્સને દર્શાવવામાં આવશે. આ ઈવેન્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશેઃ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય કાનૂની નિષ્ણાત ભારતમાં જમીન અને સંપત્તિને સંબંધિત પૂછપરછ અંગે તમામ પ્રશ્નોના ઉત્તર આપશે.
કાર્યક્રમ વેમ્બ્લી ઇન્ટરનેશનલ હોટલ, વેમ્બ્લી પાર્ક, H9 ONH ખાતે યોજાશે.
Services for NRI લિ.ના ડાયરેક્ટર શ્રી મિહિર શાહે જણાવ્યું છે કે, અમારું મિશન એનઆરઆઈ અને ઓસીઆઈને વિશ્વસ્તરીય વૈશ્વિક સેવાઓ પહોંચાડનારા પ્રોવાઈડર બનવાનું છે. અમારા બેવડા હેતુઓ છેઃ સૌપહેલા, લક્ષ્યાંકિત કસ્ટમર સેગ્મેન્ટ માટે વિવિધ રેગ્યુલેટરી સેવાઓના સૌથી વધારે પસંદગીપાત્ર પ્રોવાઇડર બનવાનો અને બીજો હેતુ અમારા ક્લાયન્ટોને તમામ સ્તરે ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે.
જુઓ વેબસાઈટ- www.indiaproperty
mela.co.uk