અમદાવાદઃ SGVP-છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમિયાન કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સના જવાનો સાથે ગાળી હતી. મહાબોધી ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરના અધ્યક્ષ પૂજ્ય સંઘસેનાજી પણ સ્વામીજી સાથે જોડાયા હતા. આ પ્રસંગે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના ડીઆઈજી નેગીજી અને અન્ય ઓફિસરોએ સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સ્વામીજીનું દેશભક્તિના રંગથી રંગાયેલું જોશીલું પ્રવચન સાંભળી ઓફિસરો તથા જવાનો પ્રભાવિત થયા હતા.