લંડનઃ ઈનોકી -Inochi દ્વારા 8 નવેમ્બરના દિવસે લંડન દિવાળી બોલનું આયોજન કરાઈ રહ્યું છે. ઈનોકીનું મિશન કોમ્યુનિટીઓને એકસંપ કરી, વૈવિધ્યતાને આત્મસાત કરી અને જરૂરિયાતમંદ બાળકોનાં પુનરૂત્થાન સાથે ‘જીવનની ઊજવણી કરવાનું અને આશા આપવા’ (Celebrate Life and Give Hope)નું છે તેમ તેના ચેરમેન અંજનીશ શેખરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈનોકીના ચેરમેન તરીકે જીવનના સીમાચિહ્નોને ઉજવવા અને સાથે મળીને અર્થસભર અસર ઉપજાવવા તમામ પશ્ચાદભૂના લોકોને એકત્ર કરવાની રૂપાંતરક્ષમ તાકાતથી તેમને પ્રેરણા હાંસલ થઈ છે. શેખરે જણાવ્યું હતું કે તેઓ જીવનને ઉજવતી અને આશા આપતી તેમજ ઊજ્જવળ ભવિષ્ય માટે આપણને સહુને એક બનાવતી ઉત્કૃષ્ટ રાત્રિમાં 8 નવેમ્બરે હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે સામેલ થવા સહુને આમંત્રણ આપે છે.
ચેરમેન અંજનીશ શેખરે જણાવ્યું હતું કે, ‘આ વિઝન-કલ્પનાને સાકાર બનાવવાના ઉદ્ઘાટનકીય પ્રયાસ તરીકે 8 નવેમ્બરે લંડન દિવાળી બોલનું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ માત્ર દિવાળીની ઊજવણી નથી પરંતુ, એકતા, કરૂણા અને પરત કરવાની ભાવનાની હાકલ છે. આ પ્રારંભિક ઈવેન્ટ તમામ ધર્મ, માન્યતા, વર્ણ, કોર્પોરેટ્સ અને વ્યક્તિઓ સહિત તમામ લોકોને આવકારશે જેઓ સાંસ્કૃતિક ઊજવણી અને સામાજિક અસરના અમારા ઉત્સાહના સહભાગી હોય.’ અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીકરૂપ ઉત્સવ દિવાળીનો સંદેશો સાર્વત્રિક છે જે ધર્મથી પણ આગળ જાય છે અને આપણને સહુને અનુકંપા, સમુદાય અને સમાવેશીતાના મહત્ત્વનું સ્મરણ કરાવે છે.
અંજનીશ શેખરે જણાવ્યું હતું કે, ‘1972માં સ્થાપિત અગ્રણી પબ્લિકેશન, કોમ્યુનિટીઓને સાંકળવામાં જાણીતા, સિદ્ધિઓને ઉજવતાં તેમજ સામાજિક ઉત્તરદાયિત્વના હિમાયતી સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાતેની ભાગીદારીમાં અમે તફાવત સર્જવાની પ્રતિબદ્ધતાઅને સાંસ્કૃતિક ઉત્સાહનું સંમિશ્રણ કરતી સાંજને પેશ કરતા રામાંચ અનુભવીએ છીએ. આ વ્યૂહાત્મક પાર્ટનરશિપ તળિયાના સ્તરે અસર ઉપજાવવા તેમજ આપણા સહુથી નબળાં સભ્યો-દિવ્યાંગ અને વંચિત બાળકોના ઉત્તાન થકી સમુદાયોને મજબૂત બનાવવાના સહિયારા સમર્પણને ઉજાગર કરે છે.’
ચેરિટેબલ ઈન્કોર્પોરેટેડ ઓર્ગેનાઈઝેશન (CIO) ઈનોકી આયોજિત લંડન દિવાળી બોલ સંસ્કૃતિ અને મનોરંજનની ઉત્કૃષ્ટ સાંજ બની રહેવા સાથે તમામ પશ્ચાભૂઓથી ઉપરવટ જઈ અનુભવોને સહભાગી બનાવશે. શેફ સંજીવ કપૂર, વોઈસ ઓફ લેજન્ડ્સ ગાયક નવીન કુન્દ્રા, ન્યૂ યોર્ક ટાઈમ્સ અને બીબીસી દ્વારા પ્રશંસા મેળવેલા સ્ટેન્ડ અપ કોમેડીઅન અનુવાબ પાલ, આઈફા-IIFA ની પ્રશંસા મેળવેલી બોલીવૂડ ડાન્સ સ્કૂલ અને ડીજે ક્રશ જેવી અભૂતપૂર્વ સેલેબ્રિટીની હાજરીથી મહેમાનો મંત્રમુગ્ધ બની રહેશે. યુકેની લોકપ્રિય મીડિયા પર્નાલિટી અનુશ્કા અરોરા તેની સ્વાભાવિક ઊર્જા અને વ્યક્તિત્વ સાથે સાંજની યજમાની કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો લંડનના ટોપ કેટરર રાગાસન દ્વારા તૈયાર કરાયેલી સાઉથ એશિયન વારસાઈ અને સમૃદ્ધ સોડમ ધરાવતી વિશિષ્ટ વાનગીઓનો અદ્ભૂત રસાસ્વાદ માણી શકશે.
સાંજના મનોરંજન ઉપરાંત, ઈનોકીનું મિશન સમગ્ર યુકેમાં જરૂરિયાતમંદ બાળકોને આશા પૂરી પાડવા અને સપોર્ટ આપવા પર જ કેન્દ્રિત રહેશે. આ ઈવેન્ટમાંથી મળનારી આવક યુકેમાં દિવ્યાંગ અને વંચિત બાળકો માટે કાર્યરત સંસ્થાઓ ચિલ્ડ્રન્સ ચેરિટી વેરાયટી અને કાર્તિક પ્રભુ ફાઉન્ડેશનને અપાશે.