અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયા મંદિરમાં છેલ્લાં અઢી વર્ષથી દેશ-વિદેશથી દર્શને આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ માટે ઉમાપ્રસાદમ્ સદાવ્રત ચાલી રહ્યું છે. 2022થી આરંભાયેલા આ ઉમા પ્રસાદમમાં બે વર્ષમાં આશરે 10 લાખ ઉમિયા ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદ આરોગ્યો છે. ઉમાપ્રસાદ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા-પ્રમુખ આર.પી. પટેલ અનુસાર, મા ઉમિયાના દર્શને આવતા ભક્તો પ્રસાદી લઈને જ ઘરે જાય તેવા ઉદ્દેશથી ઉમાપ્રસાદમ સદાવ્રત શરૂ કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીઘો છે. 2024ના શ્રાવણ માસમાં રોજના 5000થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. એટલે 1.5 લાખથી વધુ ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદ લીધો હતો.