એશીયન હોલીડે ક્લબવાળા રજનીકાંતભાઈ આચાર્યની ચિરવિદાય

Tuesday 01st December 2015 12:41 EST
 
 

સાઉથ લંડનમાં રહેતા (ટાન્ઝાનિયાવાળા) શ્રી રજનીકાંત મૂળશંકર આચાર્યનું રવિવારના રોજ તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ ૭૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ૧૯૭૪માં લંડન આવી ઓફ લાઈસન્સ, કેશ એન્ડ કેરી, રેસ્ટોરન્ટ અને વેજીટેરિયન ચીઝના ધંધામાં આગવું પ્રદાન આપ્યા બાદ તેમણે ‘એશિયન હોલીડે ક્લબ’ની સ્થાપના કરી. સેંકડો ગુજરાતી કુટુંબોએ ‘એશિયન હોલીડે ક્લબ’ના સથવારે દુનિયાના ઘણાબધા દેશોની સલેહગાહ કરી છે.

ખૂબ જ મળતાવડા સ્વભાવના અને પરોપકારની ભાવનાવાળા સ્વ. રજનીભાઈ આચાર્ય લેમ્બેથ એશિયન સેન્ટરના ચેરમેન અને સ્ટ્રેધામ ડારબી અને જોનક્લબના વાઈસ ચેરમેન હતા. તે ઉપરાંત ઘણીબધી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર કાર્ડીફની મેનેજમેન્ટ કમીટી દ્વારા શ્રી રજનીભાઇ આચાર્યના દુ:ખદ નિધન બદલ શોક વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. સ્વર્ગસ્થના પત્ની અજીતાબહેનનો સંપર્કઃ 020 8670 7195 અથવા 020 8676 4411.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter