લંડનઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજ ખાતે શુક્રવાર 31 મે 2024ના રોજ સંસ્કૃત પરંપરાઓ વિશે 40મા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃત પરંપરાઓનો ઈતિહાસ, પ્રાચીન વાલ્મિકી રામાયણ તેમજ અન્ય રામકથાઓનું વર્ણન કરતા પેઈન્ટિંગ્સ અને ચિત્રો, ઉનિઆરા રામાયણની હસ્તપ્રત, બંગાળમાં સંસ્કૃત ભાગવતના શ્રીકૃષ્ણવિજય અને રાસલીલાના વર્ણનની મધુર કથાનો સમાવેશ થનાર છે. પ્રોફેસર જ્હોન બ્રોકિંગ્ટોન (ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ), પ્રોફેસર કિયોકાઝુ ઓકિટા (સોફિયા યુનિવર્સિટી, જાપાન), પ્રોફેસર ક્રિસ્ટોફે વિએલે (યુસીલાઉવેઈન, બેલ્જિયમ), વિશાલ શર્મા (ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે) સહિતના વિદ્વાનો આ વિચારગોષ્ઠીમાં ભાગ લેશે.
બ્રજભાષા, પર્શિયન અને મરાઠી ભાષામાં ભાગવત પુરાણનું પઠન કરવા પ્રિન્ટેડ એડિશન્સની બાબતો ઈન્ટરનેશનલ જર્નલ ઓફ હિન્દુ સ્ટડીઝના વિશેષાંકમાં દર્શાવાઈ છે. પ્રાચીન ભારતમાં ભારતમાં કામોત્સવની સાથે સંકળાયેલા અર્વાચીન વસંતોત્સવ અને હોલિકાત્સની ચર્ચા થતી રહે છે. કેરળમાં કામોત્સવના વિવિધ સ્વરૂપોનું આજે પણ અસ્તિત્વ છે. સંસ્કૃત બ્રાહ્મણ પાઠોમાં વેણા અને શિશુપાલ સહિતના દ્વારા કરાયેલી ભગવાનનિંદા પ્રતિબંધિત ગણવામાં આવી છે. જોકે, વૈષ્ણવદર્શનમાં દ્વેષભક્તિ અથવા વૈરાનુબંધનો ખયાલ જોવા મળે છે. આને સંબંધિત એક પેપર પણ રજૂ કરવામાં આવનાર છે.