૨૦ સપ્ટેમ્બરે શરૂ થયેલી ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી માટે BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા ઓર્ગન ડોનેશન (અંગદાન) અને તે કરવાની કોઈકની ઈચ્છા માટે પરિવારમાં શા માટે વાતચીત જરૂરી છે તેની સમજ આપતો નવો એજ્યુકેશનલ વીડિયો લોંચ કરાયો હતો.
ઓર્ગન ડોનેશન વીક વાર્ષિક કેમ્પેઈન છે જેનું આયોજન સપ્ટેમ્બરમાં થાય છે અને તેનો હેતુ નેશનલ ઓર્ગન ડોનર રજિસ્ટરમાં જોડાવા લોકોને પ્રોત્સાહિત કરવાનો અને તેઓ તેમના નિર્ણયની જાણ પરિવારને કરે તેવો છે. આ વર્ષે વિશેષ ધ્યાન ‘લીવ ધે સર્ટેઈન’ કેમ્પેઈન પર અપાયું છે જેનો હેતુ લોકો તેમના પરિવારજનો સાથે ઓર્ગન ડોનેશન વિશે વાત કરે અને તે થાય તે પહેલા પણ તેઓ તેમની સાથે સંકળાયેલા છે તેના પર ભાર મૂકવાનો છે.
BAPS ઓર્ગન ડોનેશન માટે વર્ષોથી જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તાજેતરમાં તેમાં એશિયનોએ ઓર્ગન ડોનેશન વિશે વિચારવાની જરૂર પર ભાર મૂકતા, હિંદુ ધર્મ તેને કેવી રીતે સપોર્ટ કરે છે અને ઓનલાઈન રજિસ્ટર કરાવવાનું મહત્ત્વ તથા પરિવારજનો સાથે આ અંગે વાતચીતના ટૂંકા વીડિયોની સિરીઝનો સમાવેશ કરાયો છે.
આ વીડિયો જોવા માટે ઉપલબ્ધ છે. તેમાં એશિયન ડોનર્સની હાલની અછત પર ભાર મૂકાયો છે અને ઓર્ગન ડોનેશન વિશેની ખોટી માન્યતાઓ અને હિંદુ ધર્મને ધ્યાન અપાયું છે. ઓર્ગન ડોનેશન એક પ્રકારનું દાન અથવા સેવા છે અને હિંદુ ધર્મગ્રંથો તે કરવા માટે શ્રદ્ધાળુઓને પ્રોત્સાહિત કરે છે.
BAPSના લીડ વોલન્ટિયર નીલ સોનેજીએ સમજાવ્યું કે તમારા મૃત્યુ પછી અંગદાન વિશે પરિવાર સાથે વાત કરવાનો વિષય સંવેદનશીલ કહી શકાય. પરંતુ, આ વીડિયોમાં તેના વિશે વાત કરવી શા માટે મહત્ત્વનું છે તેના પર ભાર મૂકાયો છે, કારણ કે અંગદાન માટે અને કાયદામાં થયેલા નવા ફેરફાર પ્રમાણે પણ અને દર્દીઓ ઓર્ગન ડોનર તરીકે નોંધણી કરાવી હોય તો પણ પરિવારની સંમતિ હંમેશા જરૂરી છે. વાતચીત કરો. તેમને તેમાં ચોક્કસ બનાવો.