અમદાવાદ: ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી. પરમચિંતનદાસ સ્વામી અને અન્ય સ્વામીઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મહાપૂજા વિધિ કરી હતી, જેમાં ભક્તો અને સ્થાનિક હિંદુ સમુદાયના સભ્યો જોડાયા હતા. ત્યાર બાદ સ્વામીઓએ મંદિરનું સત્તાવાર ઉદ્ઘાટન કરવા માટે પવિત્ર વૈદિક વિધિઓ કરી હતી. આ શુભ સંસ્કારો બાદ દિવ્ય મૂર્તિઓને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉદઘાટન વખતે હાજર સાંસદ જિમ મેકડોનાલ્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા.