સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે. કલા અને હેરિટેજ પ્રોજેક્ટોના સંચાલન અને તેને સફળતાપૂર્વક રજૂ કરવાનો નોંધપાત્ર અનુભવ ધરાવતા લતાબેને અત્યાર સુધીમાં 'ઈન્ડિયન સ્ટ્રિંગ એન્ડ ડાન્સ એક્ઝિબિશન', 'સિતાર ફેસ્ટિવલ', 'વિવેકાનંદ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ' સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ ઉપરાંત સુંદર નૃત્ય નાટીકાઅો, ગીત સંગીત કાર્યક્રમો, ઉત્સવો, આર્ટ્સ વર્કશૉપ્સ અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથેના વિવિધ કાર્યક્રોમોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.
ભારતના ગુજરાતીઅોની આફ્રિકા અને પછી યુકેની યાત્રા અને ગાથાઓનો ચિતાર રજૂ કરતું પ્રદર્શન 'ગુજરાતી યાત્રા - જર્ની ઓફ પીપલ' લઇને લતા દેસાઈ આવ્યા છે. આગામી તા. ૧૪ નવેમ્બરથી ૧૪ એપ્રિલ ૨૦૧૮ સુધી મ્યુઝિયમ ઓફ ક્રોયડન ખાતે યોજાનાર આ ફ્રી એક્ઝિબિશન ક્રોયડનની ગુજરાતી કોમ્યુનિટી સબરંગ આર્ટ્સ પ્રેરિત છે. જે મંગળવારથી શનિવાર (જાહેર રજા સિવાય) સવારે ૧૦.૩૦થી સાંજના ૫ દરમિયાન ખૂલ્લુ રહેશે. સંપર્ક. લતાબહેન દેસાઈ 07752 387 133.