સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામમંદિર સુધીની વર્ષ 2024ની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન કરાયું હતું. ટુરમાં જોડાયેલા તમામ સહેલાણીઓએ આઠમી માર્ચે કાશીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી તો રામ લલ્લાના દર્શનનો લ્હાવો પણ લીધો હતો. પ્રવાસીઓ હવે પ્રયાગરાજ જઇને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે તો ચિત્રકૂટ નેમિશરણ્ય અને દિલ્હીમાં અક્ષરધામના દર્શને પણ જશે.
સિટીબોન્ડ દ્વારા આગામી દિવસોમાં અબુધાબીમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર અને અયોધ્યામાં રામ મંદિરના દર્શનપ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. સિટીબોન્ડ ટૂર્સ દ્વારા વર્ષ 2024 દરમિયાન જે અન્ય યાત્રા-પ્રવાસોનું આયોજન થઇ રહ્યું છે તેમાં જૂનમાં ચારધામ યાત્રા (કેદારનાથના ફ્રી હેલિકોપ્ટર પ્રવાસ સાથે), જુલાઈમાં અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા અને નવેમ્બરમાં અગિયાર જ્યોતિર્લિંગ યાત્રાનો સમાવેશ થાય છે. એર, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસ સંબંધિત સિટીબોન્ડ ટૂર્સની વધુ માહિતી માટે કોલ કરોઃ 0207 290 0601 અથવા જૂઓ વેબસાઇટઃ www.citbondtours.co.uk