અમદાવાદઃ માગશર સુદ પૂનમ - 26 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિસમાન સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધાન થયા તેને બે વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સત્સંગ સભા યોજાઈ હતી. તેમજ સદ્ગુરૂ સ્વામીની મૂર્તિ પધરાવાઇ હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આજથી 40 વર્ષ પહેલા ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતો સાચવવા માટે કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી. તેઓ 80 વર્ષ સુધી સાધુજીવન જીવ્યા અને અને તેમનું સમગ્ર જીવન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસાર માટે વ્યતિત કર્યું છે. તેમણે જીવનપ્રાણ બાપાશ્રીના પણ મનુષ્ય સ્વરૂપના દર્શન કરીને આશીવાદ પ્રાપ્ત કર્યાં હતા.