અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધાણી અને પતાસાના હારડાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં સાળંગપુરમાંથી હોળી ઉત્સવની ઉજવણીનો આરંભ કર્યો હતો, તેની સ્મૃતિમાં દરેક સ્વામિનારાયણ મંદિરોમાં હોળીનો ઉત્સવ ઉજવાય છે.