કુમકુમ મંદિર દ્વારા દુબઈ નદીમાં ભગવાન ઉપર પંચામૃત અભિષેક

Thursday 20th July 2023 06:08 EDT
 
 

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા દુબઈની નદીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પંચામૃતથી અભિષેક કરાયો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે સ્પેશિયલ બોટની અંદર જનમંગલના પાઠ કરાયા હતા અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને પ્રાર્થના કરાયા હતા. નોંધનીય છે કે દુબઈની આ ભૂમિ ઉપર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજીસ્વામી ત્રણ વખત સત્સંગ પ્રચાર અર્થે પધારેલા છે. કુમકુમ મંદિરના સંતો સત્સંગ - વિચરણ અર્થે 16 જુલાઈના રોજ લંડન પહોંચ્યા છે. 16 ઓગસ્ટ સુધી લંડન રોકાણ દરમિયાન સંતગણ સ્ટેનમોર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે નિત્ય સત્સંગ સભામાં અને ભક્તોને લાભ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter