શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંતો લંડનના સત્સંગ પ્રવાસ દરમિયાન વિન્ડર મેયર લેક ડિસ્ટ્રીક્ટ પધાર્યા હતા અને ત્યાં સત્સંગ સભા યોજીને
શ્રી સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સૌ સંતો સહિત હરિભક્તોએ બોટમાં ધૂન-ભજન-કીર્તન પણ કર્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે લેક ડિસ્ટ્રિક્ટની આ ભૂમિ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી ભૂમિ છે. તેઓએ ઇસ. 1979માં અહીં છેલ્લી સત્સંગ સભા યોજી હતી અને આ જ જગ્યાએ કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ ત્રણ વખત પધારેલા છે અને સત્સંગ સભા યોજી છે. આથી અમે જ્યારે જ્યારે લંડન આવીએ છીએ ત્યારે આ પાવનકારી ભૂમિની સ્મૃતિમાં સત્સંગ સભા યોજવામાં આવે છે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ જે જીવન સંદેશો આપ્યો છે તેને યાદ કરવામાં આવે છે.