કુમકુમ મંદિર દ્વારા સંત શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતીની ઉજવણી

Wednesday 02nd June 2021 06:16 EDT
 
 

૨૭ મેને ગુરુવારે અમદાવાદના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા શ્રી અબજીબાપાની વાતોની ૧૧૫ મી જયંતીની ઓનલાઈન ઉજવણી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું . સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે બાપાશ્રીની વાતો વાંચનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ વિવિધ પ્રકારના ફળો ગોઠવીને ફ્રુટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશ - વિદેશના સૌ સત્સંગીઓએ ઓનલાઈન સામૂહિક આરતીનો લાભ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter