અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ વિષય ઉપર કથામૃતનું પાન કરાવ્યું હતું. તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.