સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો તાજેતરમાં અમૃતસર (પંજાબ) પાસે આવેલી વાઘા બોર્ડરે પધાર્યા હતા અને દેશ માટે ખડે પગે સેવા કરનાર સૈનિકોની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે સૈન્ય અધિકારીઓએ ત્યાં આવેલું મ્યુઝિયમ સંતોને બતાવીને સમગ્ર ક્ષેત્ર અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારત દેશ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સૈનિકોને આપણે વંદન કરવા જોઈએ અને તેમની સેવામાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આજે ભારત દેશની રક્ષા માટે ટાઢ-તડકો-વરસાદમાં પણ આ સૈનિકો રાત્રી દિવસ ખડે પગે જાગે છે તો આપણે શાંતિથી સુઈ શકીએ છીએ. આવા વીર જવાનોનો જેટલો આપણે ઉપકાર માનીએ તેટલો ઓછો છે.