અમદાવાદઃ કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 81મા દીક્ષા દિન પ્રસંગે 21 ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તેમના ગુરૂ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ દીક્ષા આપી તેને 81 વર્ષ પૂર્ણ થતાં 21 ફૂટનો વિશાળ હાર પહેરાવી પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યું છે, તેમણે 1200થી વધુ પેજના “શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ”ની રચના કરી છે, આ ઉપરાંત બીજા અનેક ગ્રંથો તૈયાર કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો પ્રચાર ને પ્રસાર કર્યો છે.