સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે તા. 31 જુલાઈ લંડન પધારી રહ્યા છે. આ વરિષ્ઠ સંતો 18 ઓગસ્ટ સુધી લંડનના પાર રોડ - સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - કુમકુમ - યુકે ખાતે મુકામ કરશે અને દરરોજ સાંજે 7.00 થી 9.00 સત્સંગ સભા યોજાશે. જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે.
આ વિચરણ દરમિયાન કીર્તન-ભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહિક આરતી, યુવા શિબિર આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિર લંડન છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. તા. 4 ઓગસ્ટના રોજ સવારે 8.00થી 12.00 સુધી 11મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ ઉપર આઠ વખત પધાર્યા છે અને સૌને સંસ્કાર અને સદાચારના પિયુષ પાયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ જાદુભાઈ હિરાણી - 4447917080602