અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા ‘વંદુ સહજાનંદ’ના ધ્યાનના પદોને 200 વર્ષ પૂર્ણ થયાં છે તે પ્રસંગે સમયખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો જે રીતે સત્સંગ સભામાં બિરાજમાન થયા હતા એ પ્રસંગને મંચ ઉપર આબેહુબ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, વંદુ સહજાનંદના આઠ પદો આજથી 200 વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદગુરૂ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યાં હતા. તે પદો આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશવિદેશના મંદિરો અને સત્સંગીઓના ઘરોમાં નિત્ય ગવાય છે.