અમદાવાદઃ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે શનિવારે અખાત્રીજ પર્વે સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજ પર્વથી ભગવાનને ચંદનના વાઘાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23મા વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવાચાકરી કરવી જોઈએ. શિયાળો, ઊનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનને શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરિચર્યા કરવી. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. જ્યારે ઊનાળો આવે છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડી પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનનાં વાઘાનાં શણગાર સજવામાં આવે છે.
અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામ્નારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩માં વચનામૃતમાં કહ્યું છે કે,ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. શિયાળો, ઊનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનને શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરિચર્યા કરવી. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જ્યારે ઊનાળો આવે છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે.પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનનાં વાઘાનાં શણગાર સજવામાં આવે છે.