અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત લક્ષ્મીપૂજન કરાયું હતું. આ પ્રસંગની વિશેષતા એ હતી કે દીપાવલીની રંગોળી મધ્યે 6x3 ફૂટના વિશાળ ચોપડાના પૂજનની સાથે સાથે લેપટોપનું પણ પૂજન કરાયું હતું. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય પરંપરા અનુસાર કુમકુમ મંદિરમાં છેલ્લા 38 વર્ષથી ચોપડા પૂજન કરાય છે. આ પ્રસંગે અમે સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળમાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધા-વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સૌ સુખી થાય. સૌને ભગવાન સુખી કરે. સમગ્ર વિશ્વ આતંકવાદથી મુક્તિ થાય.’