અમદાવાદઃ કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને અનેકવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી રામાનંદ સ્વામીએ સંવત 1857ની સાલમાં કારતક સુદ એકાદશીના રોજ પીપલાણા ખાતે શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને ‘શ્રી સહજાનંદ સ્વામી’ અને ‘નારાયણ મુનિ’ એવા બે મંગળકારી નામો પાડ્યા હતા. સંવત 1858માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુર ખાતે સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી. તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.આ પ્રસંગે કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને અનેકવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી રામાનંદ સ્વામીએ સંવત 1857ની સાલમાં કારતક સુદ એકાદશીના રોજ પીપલાણા ખાતે શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને ‘શ્રી સહજાનંદ સ્વામી’ અને ‘નારાયણ મુનિ’ એવા બે મંગળકારી નામો પાડ્યા હતા. સંવત 1858માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુર ખાતે સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી. તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.