ગઈ ૧૫ જાન્યુઆરીને શનિવારે ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. તેમાં ૨૫૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તોએ પરમચિંતનદાસ સ્વામી અને અન્ય સ્વામીઓ દ્વારા આયોજીત વેદિક મહાપૂજામાં ભાગ લીધો હતો. આ પાવન પ્રસંગે ભારતના હાઈ કમિશનર મનપ્રીત વોહરા, શ્રીમતી નસીમ વોહરા અને શ્રી દીપક રાજ ગુપ્તા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વીડિયોના માધ્યમથી પૂ. મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી હાજર સૌ લોકોએ શિલાન્યાસ સ્થળે પવિત્ર ઈંટો મૂકી હતી.