કેન્યાના પૂરગ્રસ્તોની વહારે મણિનગર ગાદી સંસ્થાન

Sunday 23rd June 2024 06:04 EDT
 
 

અમદાવાદ: તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફતપીડિતો માટે ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ છે. રાહતસામગ્રી ભરેલી ટ્રકને નારોકના ગવર્નર પેટ્રિક ઓલે એનટુટુ અને સાંસદ કીટીલઈ એનટુટુએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. ભારતીય સમુદાયના અગ્રણીઓ નૂનુ સંઘાણી, અરુણ રાબડિયા અને પ્રકાશ પીંડોરિયા સહિતના હરિભક્તો રાહતસામગ્રી લઈને પીડિતોની પાસે પહોંચ્યા હતા. અસરગ્રસ્તોને 210 ગાદલાં, 210 બ્લેન્કેટ, ચંપલ, ખાદ્ય સામગ્રી, મકાઈનો લોટ (ઉગા)ની પાંચ કિલોની એક એવી 200 બેગ, બાળકો માટે દૂધ, જ્યૂસનું વિતરણ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter