કેલેન્ડર – ૨૦૧૫ની ભેટ

Tuesday 13th January 2015 13:03 EST
 

કેલેન્ડર – ૨૦૧૫ની ભેટ

માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું. તારીખ, તિથી, હિન્દુ, મિસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને અન્ય ધર્મ સંપ્રદાયના તહેવાર – પર્વો, બેન્ક હોલીડે તેમજ વિશેષ માહિતી ધરાવતું કેલેન્ડર મળતા ઘણા વાચક મિત્રોએ ફોન, ઇમેઇલ અને ટપાલ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. આપને આ કેલેન્ડર કેવું લાગ્યું તે અંગે આજે જ આપનો પ્રતિભાવ મોકલી આપવા નમ્ર વિનંતી છે.

નવું લવાજમ ભરનાર સર્વે ગ્રાહકોને (સ્ટોકમાં હશે ત્યાં સુધી) આ કેલેન્ડરની ભેટ આપવામાં આવશે એટલે કેલેન્ડર ખલાસ થઇ જાય તે પહેલા આજે જ આપનું લવાજમ ભરી દો અને કેલેન્ડરની ભેટ મેળવો.

જે વાચક મિત્રો વધુ કેલેન્ડર ખરીદવા માગંતા હોય તેઅો પ્રતિ કેલેન્ડરના £૪-૦૦ના દરે (પોસ્ટ એન્ડ પેકેજીંગ સહિત) ખરીદી શકે છે. એકથી વધારે કલેન્ડર મેળવવા માટે સંપર્ક કરો: 020 7749 4080.

00000000

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન'ના ઉપક્રમે

ક્રોયડનના મેયર અને એમપી દ્વારા તા. ૨૪ના રોજ વડિલોનું સન્માન થશે

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન આગામી તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે. આ પ્રસંગે ક્રોયડનના મેયર શ્રીમતી મંજુ શાહુલ હમીદ, ક્રોયડન સેન્ટ્રલના એમપી શ્રી ગેવીન બારવેલ અને ક્રોયડન નોર્થના કોન્ઝર્વેટીવ પક્ષના પાર્લામેન્ટરી ઉમેદવાર કાઉન્સિલર શ્રી વિધી મોહન ઉપસ્થિત રહીને સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરી કાર્યક્રમનું ગૌરવ વધારશે.

આ પ્રસંગે ગુજરાતી લોકસાહિત્યને રજૂ કરતા યુવાન કલાકાર શૈલેષભાઇ સગર માતા-પિતાના મુલ્ય અને મહત્વ વિષે પ્રવચન કરશે અને સન્માનનીય વડિલો પાસેથી સુદિર્ઘ અને તંદુરસ્ત જીવન વિષે માહિતી મેળવીશું. આટલું જ નહિં અન્ય મનોરંજક કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું. નવા જ શરૂ કરાયેલા આ હોલ નજીક કાર પાર્કની સગવડ પણ છે.

૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા ૧૫ કરતા વધારે વડિલો તરફથી મંગળવારે આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં અમને બાયોડેટા મોકલી દેવાયા છે. બાયોડેટા મોકલવાની આખરી તારીખ ૧૫-૧-૧૫ નિર્ધારીત કરાઇ છે. તા ૧૫ બાદ અમે કોઇના બાયોડેટા સ્વીકારી સ્વીકારી શકીશું નહિં જે બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે આગામી મહિનાઅોમાં આવા કાર્યક્રમનું અયોજન લેસ્ટર અને બર્મિંગહામમાં પણ કરવા વિચારી રહ્યા છીએ.

આ કાર્યક્રમની વધુ માહિતી માટે આપ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના અગ્રણીઅો સર્વશ્રી અજય ગણાત્રા - 07956 875 433, દીપક પટ્ટણી 07960 836 173, પિયુશભાઇ ચોટાઇ - 07899 990 303 અથવા મનુભાઇ ઠકરાર - 020 8651 1622નો સંપર્ક કરી શકો છો. અથવા તો ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવનો ઇમેઇલ : [email protected] કે ફોન નં. 020 7749 4001 / 07875 229 211 ઉપર સંપર્ક કરી શકો છો.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કન્યાઅોના જાતીય શોષણને રોકવા તા. ૧ ફેબ્રુઆરીના રોજ સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે પ્રવચન

આપણી બેન – દિકરીઅોને ફોસલાવીને પ્રેમમાં પાડી યૌન શોષણ કરતા તત્વો સામે આપણા બાળકો અને કન્યાઅોને રક્ષણ મળે તેમજ આ વિષય અંગે સૌમાં જાગૃતી આવે તે આશયે તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સાંજે ૬થી ૮ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે 'આપણાં બાળકોને સાચવીએ' વિષે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિષય પર સઘન અભ્યાસ કરનાર વિચારક અને શિખ અવેરનેસ સોસાયટીના અગ્રણી શ્રી ભાઇ મોહન સિંઘ પ્રવચન કરશે. કાર્યક્રમના અંતે પ્રસાદનો લાભ મળશે. તા. ૧૫-૨-૧૫ના રોજ ક્રોયડન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વધુ માહિતી માટે તેમજ આવા કાર્યક્રમના આયોજન માટે સંપર્ક: 07804 567 765 અને Email: [email protected]

૦૦૦૦૦૦

ભારતના ગણતંત્ર દિવસના કાર્યક્રમો

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૫-૧-૧૫ના રોજ ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બપોરે ૩-૩૦થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વેરાયટી - કલ્ચરલ શોની મજા માણવા મળશે. તા. ૨૬-૧-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે સંસ્થાના મુખ્ય હોલમાં ધ્વજ વંદન કરી ભારતના રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પણ કરવામાં આવશે. મંદિર ખાતે દર શનિવારે સાંજના ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન નિયમીત ભજન-કિર્તન કરવામાં આવે છે. સંપર્ક: 01772 253 601.

* ગુજરાત હિન્દુ એસોસએિશન, ૫ લાફબરો રોડ, લેસ્ટર LE4 5LJ ખાતે તા. ૨૬-૧-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે બેલગ્રેવ રોડ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, હળવા નાસ્તા વગેરેનો લાભ મળશે. સંપર્ક: 0116 266 8266.

* શ્રી જલારામ મંદિર, ૩૯-૪૫ અોલ્ડફિલ્ડલેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે તા. ૨૬-૧-૧૫ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન ભારતના ગણતંત્ર દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાવામાં આવશે. સંપર્ક: 020 8578 8088.

૦૦૦૦

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરૂવારે સાંજના ૭થી રાતના ૯ સુધી જલારામ ભજન અને થાળ તેમજ દર શનિવારે સવારના ૧૧થી બપોરના ૧ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો વિલ્ડસ્ટોન દ્વારા તા. ૧૬-૧-૧૫ના રોજ સાંજે ૮થી ૧૦ દરમિયાન ભજન સંધ્યા - પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0676.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૮-૧-૨૦૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. યજમાન વિશ્વ હિન્દુ પરિષદ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

 ૦૦૦૦૦૦૦

ધામેચા પરિવાર દ્વારા સમુહ લગ્ન અને સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન

લંડનની વિખ્યાત 'ધામેચા કેશ એન્ડ કેરી' પરિવાર દ્વારા તા. ૧૭-૧-૧૫ના રોજ અશોકા પાર્ટી પ્લોટ, ધરમપુર, જી. વલસાડ ખાતે ૧૪મા સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું તેમજ તા. ૧૮-૧-૧૫ના રોજ રેલવે જીમખાના ગ્રાઉન્ડ, ધરમપુર, જી. વલસાડ ખાતે સમુહ લગ્નનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજી ગીત, દાંડીયા રાસ, ભોજન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંપર્ક: પ્રદીપભાઇ ધામેચા 07768 850 580.

૦૦૦૦૦૦૦

શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન, યુકે દ્વારા હેરોના મેયર શ્રી અજય મારૂનું સન્માન કરાયુ

શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન, યુકે દ્વારા હેરોના મેયર, કાઉન્સિલર અને જ્ઞાતિબંધુ શ્રી અજય હરીભાઇ મારૂ અને તેમના પત્ની મેયરેસ શ્રીમતી દીનાબેન મારૂનું એક શાનદાર સમારોહમાં સન્માન કરાયુ હતું. ગત તા. ૧૧-૧-૧૫ના રોજ સ્ટેનમોરના ક્વીન્સબરી ખાતે આવેલ એવરેસ્ટ સ્પાઇસ ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન, યુકેના લંડન, લેસ્ટર, બર્મિંગહામ, કોવેન્ટ્રીથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેયર શ્રી અજયભાઇને શુભકામનાઅો પાઠવી હતી. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ નાઇ, મેયર શ્રી અજયભાઇ મારૂ, શ્રીમતી દીનાબેન મારૂ તેમજ સેક્રેટરી શ્રી અશ્વીનભાઇ ગલોરીયા નજરે પડે છે.

૦૦૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter