લંડન: નોર્થ લંડનમાં પિન્નેર ખાતે આવેલ એવોર્ડવિજેતા ટીએલસી કેર ગ્રુપનો હિસ્સો એવા કૈલાશ મેનોર કેર હોમે પાંચમી સપ્ટેમ્બરે તેના ફર્સ્ટ રેસિડેન્ટ માટે પોતાના દ્વાર ખુલ્લાં મૂક્યાં હતાં. આ કેર હોમ રહેણાંક, નર્સિંગ, ડિમેન્સિયા અને રિસ્પાઇટ કેરની વિવિધ સુવિધા સાથે 78 લક્ઝુરિયસ રૂમ ધરાવે છે. અહીંના રહેવાસી મંદિર, હેર સલૂન, બિસ્ટ્રો બાર, સ્પા, જિમ, લાયબ્રેરી, સિનેમા અને કોઝી લોન્જ સહિતની વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. પ્રભુદાસ સામાણી કૈલાશ મેનોર કેર હોમના પ્રથમ રહેવાસી બન્યાં છે. તેમનું અને તેમના પરિવારનું અહીં ભવ્ય સ્વાગત કરાયું હતું. રિબિન કાપીને આ કેર હોમને રહેવાસીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. પ્રભુદાસના દીકરી સેન્ડી સામાણીએ જણાવ્યું હતું કે રેડ કાર્પેટ સ્વાગત અને રિબિન કાપીને ઉદ્દઘાટન અમારા પિતા માટે અદ્દભૂત અનુભવ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારું આવું ભવ્ય સન્માન ક્યારેય થયું નથી. તેઓ ખરેખર અભિભૂત થઇ ગયા હતા. અમે મદદ માટે હંમેશા તત્પર રહેતા હોમ મેનેજર રોહન અને તેમની પ્રોફેશનલ ટીમના આભારી છીએ. કૈલાશ મેનોર લક્ઝુરિયસ સુવિધાઓ ધરાવે છે. એક દિવસ પછી હું મારા પિતાને મળવા ગઇ ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘણા ખુશ છે.
પ્રભુદાસ, સેન્ડી અને પરિવારના અન્ય સભ્યોને મંદિરમાંદરરોજ થતી આરતીમાં ભાગ લેવાની તક અપાઇ હતી. પૂજા સેરેમનીમાં અમારા પૂજારીએ પરિવારને આશીર્વાદ આપ્યા હતા. સેન્ડીએ જણાવ્યું હતું કે, પૂજારી દીપકભાઇ અને આશિષભાઇએ પૂજા સેરેમની દ્વારા મારા પિતાનું સન્માન કર્યું તે દર્શાવે છે કે કેર હોમ સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ધર્મના આધારે સંચાલિત કરાય છે.
કૈલાશ મેનર ખાતેના હોમ મેનેજર રોહન મેથ્યૂએ જણાવ્યું હતું કે, અમારા હોમમાં પ્રભુદાસ અને તેમના પરિવારને આવકારવાનો લહાવો મળ્યો. આ અદ્દભૂત ક્ષણો અમારી ટીમના માનસપટ પર લાંબાસમય સુધી જળવાઇ રહેશે. અમે પરિવારને અમારા અદ્દભૂત કેર હોમ ખાતે અપાતી સુવિધાઓ દર્શાવી શક્યાં હતાં.
જો તમે કૈલાશ મેનોર કેર હોમ અંગે વધુ માહિતી મેળવવા ઇચ્છો છો તો બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર રાજ કેરાઇનો સંપર્ક કરશો. ફોન નંબર : 020 4538 7333 અથવા
ઇ-મેઇલ : [email protected]