મૂળ કચ્છના બળદીયા ગામના વતની અને ઘણાં વર્ષો નૈરોબી અને કંપાલામાં રહ્યા બાદ હાલ વેમ્બલી લંડન ખાતે રહેતા શ્રી ખીમજીભાઇ શામજીભાઇ જેસાણીનું તા. ૨-૫-૨૦૧૭ મંગળવારના રોજ ૯૫ વર્ષની વયે નિધન થયું છે. વિલ્સડન સ્વામીનારાયણ મંદિર, લંડનના ટ્રસ્ટી શ્રી કાનજીભાઇ (KK) જેસાણીના પિતાશ્રી ખીમજીભાઇ જેસાણીનું બે વર્ષ પહેલા સંગત સેન્ટરમાં "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા વડિલ સન્માન કરવામાં આવ્યું હતું.
સદ્ગતની અંતિમ ક્રિયા તા. ૬-૫-૧૭ના રોજ સવારે ૧૦ કલાકે હેન્ડન ક્રિમેટોરિયમ (સાઉથ ચેપલ) હોલ્ડર્સ હિલ રોડ, મિલ હીલ NW7 1NB ખાતે થશે. તે પહેલા તેમનો દેહ અંતિમ દર્શન અર્થે ૩૯ અક્ષેન્ડન ક્રેસન્ટ, વેમ્બલી HA9 9TW ખાતે અંત્યેષ્ઠી વિધી માટે સવારે ૮-૩૦થી ૯-૩૦ દરમિયાન ઘરે લવાશે. તેજ દિવસે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, વેસ્ટફિલ્ડ લેન, હેરો HA3 9EA ખાતે સાંજે ૪-૩૦થી ૫-૩૦ દરમિયાન બેસવાનું રાખેલ છે.
આ ઉપરાંત તા. ૭-૫-૧૭ રવિવારે બપોરે ૩થી ૪ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨ વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે, સોમવાર તા. ૮-૫-૧૭ થી તા. ૧૧-૫-૧૭ના દરમિયાન રોજ સાંજે ૭થી ૮ દરમિયાન તેમના નિવાસસ્થાને ૩૯ અક્ષેન્ડન ક્રેસન્ટ, વેમ્બલી HA9 9TW ખાતે બેસવાનું રાખેલ છે. વધુ માહિતી માટે સંપર્ક: કાનજીભાઇ ખીમજીભાઇ જેસાણી 020 8904 4230.