નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે. અને લાઇફ ગ્લોબલ યુ.કે. ના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા.૨૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદના મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે સવારના ૧૦.૩૦ વાગે ગરીબી રેખા હેઠળની ૨૫૦ મહિલાઓને રોજગારી ઉપલબ્ધ કરાવવા વોકેશનલ ટ્રેનિંગનું ઉદ્ઘાટન ભારતના ૭૫મા આઝાદી દિનના ઐતિહાસિક પ્રસંગે કરવામાં આવ્યું છે.
નવનાત વણિક એસોસિએશન યુ.કે.ના પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ અને શ્રીમતી તરૂણાબેન મીઠાણી આ પ્રસંગે હાજરી આપવા લંડનથી ખાસ અમદાવાદ ગયા છે. એમના વરદ્ હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કોવીદ-૧૯ દરમિયાન વર્ચ્યુઅલ વોકેશ્નલ ટ્રેનિંગનો શુભારંભ થયો હતો. એ પેનેડેમીકના સમયમાં ૧૦૦૦થી વધુ મહિલાઓને આર્થિક અને સામાજિક એમ્પાવર કરી સધ્ધરતા બક્ષવામાં આવી.
૨૦૦૮થી લાઇફ એમ્પલોયમેન્ટ સેન્ટર શરૂ થયા બાદ ૧૨,૦૦૦ મહિલાઓને એમ્પાવર કરવાના ટાર્ગેટમાંથી ૮૫૦૦થી વધુને એનો લાભ મળ્યો. આ સંસ્થાનો ઉદ્દેશ ૧૦૦,૦૦૦ મહિલાઓને પગભર કરવાનો છે.
વધુ અહેવાલ માટે જુઓ આગામી અંક.