ગાંધી જયંતીના કાર્યક્રમો

Wednesday 29th September 2021 01:39 EDT
 

ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

લંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ કરાય છે. કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. તે પછી ભજનો રજૂ થશે.      

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતીની ઉજવણી વર્ચ્યુઅલ મીટીંગ - ઝૂમ લાઈવ (Meeting ID- 854 62132334 અને પાસકોડ – 12345) ના માધ્યમથી તા.૧.૧૦.૨૦૨૧ને શુક્રવારે સાંજે ૫ વાગે (યુકે ટાઈમ) કરવામાં આવશે. કાર્યક્રમમાં જાણીતા ગાયિકા મરીના પૂ. બાપૂને પ્રિય ભજનો તેમજ રાષ્ટ્રગીત રજૂ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter