ગુજરાત હિન્દુ એસોસિએશન, લેસ્ટર દ્વારા ગોલ્ડન જ્યુબીલી સોવેનીયર ૨૦૧૭ પ્રકાશીત કરાયું

Friday 22nd December 2017 09:31 EST
 

લેસ્ટરના વિખ્યાત ગુજરાત હિન્દુ એસોસિએશન (GHA) દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ તેમજ લેસ્ટર હિન્દુ ફેસ્ટીવલ કાઉન્સિલની રજત જયંતિ પ્રસંગે વિવિધ સંસ્થાઅોની માહિતી ધરાવતા લેખો અને મહારાણી ક્વીન એલિઝાબેથ, વડાપ્રધાન થેરેસા મે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઅોના શુભેચ્છા સંદેશા સાહિત વિપુલ માહિતી ધરાવતું ગોલ્ડન જ્યુબીલી સોવેનીયર ૨૦૧૭ તાજેતરમાં પ્રકાશીત કરાયું હતું. GHA લેસ્ટરની ૪૦ કરતા વધારે સંસ્થાઅોની છત્રરૂપ સંસ્થા છે.

૧૯૪૭માં સ્થાપાયેલી સંસ્થાના પ્રમુખ શ્રી મગનભાઇ પી પટેલ OBEએ તમામ સંસ્થાઅોના અગ્રણીઅો અને પ્રતિનિધિઅોને આ પ્રસંગે શુભેચ્છાઅો આપી હતી અને કોઇ જ સરકારી ગ્રાન્ટ મળતી ન હોવા છતાં સંસ્થા સ્થાનિક સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા ઉપરાંત વિવિધ સમુદાયો વચ્ચે સુમેળ સાધવાનું જે કાર્ય કરે છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ખૂબજ મનનીય સોવેનીયરમાં સંસ્થાની સ્થાપના, તેનો ઇતિહાસ, રાષ્ટ્રના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શ્રી મોરારજીભાઇ દેસાઇ તેમજ વિવિધ સંસ્થાઅો અંગે ખૂબજ જાણવા જેવી તસવીરસહ માહિતી પૂરી પાડવામાં આવી છે.

સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ લેસ્ટરના બેલગ્રેવ રોડ નેઇબરહુડ સેન્ટર ખાતે સાંજે ૭ કલાકથી કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 266 8266.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter