ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ૧૯૬૫માં મંદિરની સ્થાપના થઇ તે પછી તન, મન અને ધનથી નિ:સ્વાર્થ સહયોગ આપનાર શ્રી છોટુભાઇ પટ્ટણી, તંત્રી શ્રી સીબી પટેલ, શ્રી મગનભાઇ ભીમજીયાણી (રામબાપા) અને શ્રી સુરેન્દ્રભાઇ પટેલનું તા. ૨૩ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવશે.
તે અગાઉ તા. ૨૨ શનિવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે ૨૧ હનુમાન ચાલીસા અને તે પછી રાત્રે ૯ કલાકે ભોજન પ્રસાદીનો લાભ મળશે. જ્યારે તા. ૨૩ રવિવારે ભગવાન બાલકૃષ્ણની નગર યાત્રા સવારે ૧૦ કલાકે પ્રેસ્ટન એવનહામ પાર્ક (પેવેલીયન પાસે)થી નીકળશે અને ભગવાનને વાજતે ગાજતે મંદિરે લવાશે. બપોરે ૧૨-૩૦ કલાકે ધર્મધ્વજરોપણ કરાશે અને તે પછી સન્માન થશે.
સંપર્ક: 01772 253 901.