ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ ધર્મપ્રવૃત્તિઓ અને જનલક્ષી સેવાકાર્યો થતા આવ્યાં છે. કોરોનાની મહામારીમાં સ્થાનિક નેશનલ હેલ્થ (NHS)ને ગુજરાત હિન્દુ સોસાયટી તરફથી £૭૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. પ્રેસ્ટન હોસ્પિટલની NHSને તબીબી સારવાર દરમિયાન પેશન્ટની સુવિધા માટે સ્પેશિયલ ચેર માટે £૫,૩૦૦ અને બીજા £૧,૭૦૦ જનરલ તબીબી સેવા અર્થે દાનમાં અપાયા છે.
એક તસવીરમાં સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલર NHSના સભ્યોને કુલ £૭૦૦૦ ચેક અર્પણ કરી રહ્યા છે. બીજી તસવીરમાં ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ દશરથભાઇ નાયી, વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલર, સેક્રેટરી આશિતભાઇ જરીવાલા, ટ્રેઝરર બળવંતભાઇ પંચાલ તથા કમિટી મેમ્બર ઉર્મિલાબેન સોલંકી NHSના સભ્યોને £૫,૩૦૦ અને £૧,૭૦૦ એમ બે અલગ ચેક અર્પણ કરી રહ્યા છે.