નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇંડિયન સોસાયટી ઓફ મેડિકલ એન્ડ પીડિયાટ્રિક ઓન્કોલોજી (ISMPO)ની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. ભાવેશ પારેખને તબીબી ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પદ્મશ્રી ડો. એસ. એચ. અડવાણીના હસ્તે ‘લિવિંગ લેજન્ડ ઓફ ઓન્કોલોજી’ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) ડો. કુમાર પ્રભાસ, ડો. અનુપમ સચદેવા, ડો. ભાવેશ પારેખ, પદ્મશ્રી ડો. એસ.એચ. અડવાણી, ડો. શ્યામ અગ્રવાલ અને ડો. મેહબૂબ બસાડે.
1998થી સુપરસ્પેશિયાલિસ્ટ ઓન્કોલોજિસ્ટ તરીકે કાર્યરત ડો. ભાવેશ પારેખ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી અને રિસર્ચ સેન્ટરમાં લાંબો સમય સેવા આપી ચૂક્યા છે તો ગુજરાતના ગવર્નરના કેન્સર ફિઝિશ્યન તરીકે 14 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ મેરિંગો હોસ્પિટલ સિમ્સમાં વિભાગીય વડા તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.