નીસડન ટેમ્પલ તરીકે જાણીતા અને બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકેને વિશિષ્ટ રીતે ગુજરાતી ભાષા શીખવવા માટે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વીસ્ટિક્સ દ્વારા વર્ષ ૨૦૨૦નો થ્રેલફર્ડ મેમોરિયલ કપ એનાયત થયો હતો. વોલન્ટિયર્સના સમર્પણ અને સામુહિક પ્રયાસોને લીધે ગુજરાતીમાં GCSE અને A લેવલ લેનારા બાળકોના અદભૂત પરિણામો આવ્યા છે અને તેઓ ખૂબ સારા સ્કોરથી પાસ થયા છે. પોતાના સાથી વોલન્ટિયર્સ વતી રાહુલ ભાગવતે આ ક્પ સ્વીકાર્યો હતો. તેમણે જણાવ્યું કે BAPSમાં બાળકો માટેની અમારી જે સેવા છે તેમાં ગુજરાતી મુખ્ય ભાગ છે.