ગુજરાતી ભાષામાં ઓનલાઇન રાજયોગ મેડીટેશનનો ફાઉન્ડેશન કોર્ષ

Wednesday 29th April 2020 00:44 EDT
 

લંડનઃ આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાનીબેનનો ખાસ આગ્રહ હોય છે કે રાજયોગ મેડિટેશનનો કોર્સ જરૂરથી કરવામાં આવે.

આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના લોકડાઉનના સંજોગોમાં લોકો ઘરે બેસીને ઓન લાઇન ‘ઝૂમ (ZOOM)’ સીસ્ટમ દ્વારા આ ફાઉન્ડેશન કોર્ષ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો સહુ કોઇ લાભ લઇ શકે. (આ પ્રોગ્રામ માટે કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.

આ પ્રોગ્રામ તારીખ 15, 16, 17 મે 2020 (શુક્ર, શનિ અને રવિ) સવારે 11થી 12 વાગ્યા સુધી ગુજરાતી ભાષામાં રજૂ કરાશે.

જેઓ આ કાર્યક્રમમાં રસ ધરાવતા હોય તેમણે અહીં આપેલા ઇ-મેઇલ પર રજીસ્ટર કરાવવું જેથી તેઓને ઝૂમ મીટીંગ આઇડી નંબર ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

E-Mail: [email protected] આ પ્રોગ્રામના યજમાન તરીકે ઉમંગ મોદી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) રહેશે અને કોર્ષનું પ્રેઝેન્ટેશન મેડિટેશન પરના અનુભવી ગુજરાતી વક્તાઓ કરશે.

જે લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય તેઓ પોતાના ફોનથી પણ આ કાર્યક્રમથી જોડાઈ શકે તેમ છે. તે માટે તેમણે અલગથી ફોન નંબર અને આઈડી નંબર અહીં આપેલા ફોન પરથી એક દિવસ પહેલા મેળવી લેવા જણાવાયું છે. સંપર્કઃ 074 4041 5635 / 0208 471 0083


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter