શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઅો સમાવેયેલ કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન’ તેમજ બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓ સમાવાયેલ પુસ્તક ‘Batley Bond’ અને ‘Batley Buds’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ સૌનું સ્વાગત કર્યું હતું. તો પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા વિષે માહિતી આપી હતી. વિખ્યાત કવિ અદમભાઇ ટંકારવી, ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર ‘મહેક’ ટંકારવી, ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિંહામના કવિ પ્રફુલ્લ અમીન, ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના વિપુલ કલ્યાણી, ઇમ્તિયાઝ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિંગહામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કર્યા હતા. શબ્બીર કાઝીએ આભારવિધિ કરી હતી.
(તસવીર સૌજન્ય: [email protected])