ચૈત્રી નવરાત્રિના પાવન પર્વોમાં ગોપાળ પ્યારી ગૌમાતાની સેવાનો અમૂલ્ય લ્હાવો યુકેવાસીઓને પ્રાપ્ત થયો છે. શ્રી સનાતન મંદિરના પાવન પ્રાંગણમાં શ્રીક્રિષ્ણ મિશન અને સમર્પણ ગૌશાળાના સંયુક્તરૂપે પ.પૂ. શ્રી સંજીવકૃષ્ણ ઠાકુરજીના વ્યાસાસને શ્રીરામ કથા ગાનનું આયોજન કરાયું છે. ગૌસેવા લાભાર્થે આ કથા દરમિયાન બીમાર, નિઃસહાય, વૃદ્ધ ગૌ - માતાની સેવા કરવાનો અવસર મળશે. સંસ્થા દ્વારા સહુ વાચકોને કથા શ્રવણ માટે પધારવા હાર્દિક આમંત્રણ અપાયું છે.
• તારીખઃ 22 માર્ચથી 30 માર્ચ
• સમયઃ બપોરે 3.30થી સાંજે 7.00
• સ્થળઃ શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર
આ કથા આપ આસ્થા ટીવીના માધ્યમથી પણ જોઈ શકો છો.
આપના નામથી ગૌ-માતાને વાર્ષિક સેવા, આજીવન સેવા, આજીવન રોટી સેવા, મેડિકલ સેવા આપી શકો છો. ગૌ-માતાની સેવા માટે તથા કથા યજમાન સંબંધિત વધુ માહિતી માટે આજે સંપર્ક કરોઃ 07438 751 056