લંડનઃ ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT) યુ.કે.ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા (AGM) સોમવાર તા. ૭ જૂન ૨૦૨૧ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે DoubleTree by Hilton MarbleArch, London ખાતે યોજાઈ હતી.
AGMની અધ્યક્ષતા કિરીટભાઈ આર. પટેલના અધ્યક્ષસ્થઆને કરવામાં આવી. ટ્રસ્ટી સર્વે ડો. અંબરીશભાઈ જે. પટેલ અને કમલેશભાઈ જી. પટેલ સહિતના મંત્રી ઈન્દ્રભાઈ એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી મંત્રના પાઠથી ચેરમેને મિટિંગની શરૂઆત કરતાં, સૌને આવકારી પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.
ટ્રસ્ટની સ્થાપનાને બે વર્ષથી ઉપર થવા સાથે, કોવિડ મહામારીના પગલે પ્રતિબંધો અને લોકડાઉનને કારણે ખાસ કોઈ પ્રવૃત્તિ થઈ શકી નથી તેનો અફસોસ હોવા છતાં, કિરીટભાઈના પરિચિત દાતા જેઓએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગા - ઈન્ડિયા માટે £૫૦,૦૦૦નું માતબર દાન જાહેર કરેલું, તે રકમ CEHT દ્વારા ગયા ઓગસ્ટ માસમાં પહોંચતી કરવામાં આવી તે અત્રે ઉલ્લેખનીય છે.
મંત્રી ઈન્દ્રભાઈએ પહેલું વર્ષ એપ્રિલ ૨૦૧૯-૨૦ના સર્ટિફાઈડ એકાઉન્ટ્સ રજૂ કર્યા પછી હાલમાં જ પૂરા થયેલા નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૦-૨૧ના આવક અને ખર્ચ ઉપર ચર્ચા કરી ટ્રસ્ટીઓની મંજૂરી મેળવી હતી. KLSA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓડિટર્સ તરીકે ફરીથી નીમવામાં આવ્યા હતા. બોર્ડે પ્રવર્તમાન વિક્ષેપોને ધ્યાનમાં રાખી અને આ મુશ્કેલ પરિસ્થિતિના સંજોગો રાબેતા મુજબ થાય ત્યારબાદ તરત જ સેવાભાવી પ્રવૃત્તિઓ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
અંતમાં મંત્રી ઈન્દ્રભાઈએ સભામાં સૌનો આભાર માની બપોરે ૧૨-૩૦ કલાકે સભાનું સમાપન કર્યું હતું. આ સભા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની દસમી મિટિંગ મળી હતી.
વધુ માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છેઃ www.charusatuk.org.uk