ચાલો ફાધર્સ ડેની ઉજવણી કરીએ : લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન

તા. ૯ લેસ્ટર, ૧૭-૧૮ જૂનના રોજ લંડન, ખાતે અને તા. ૨૪ના રોજ કાર્ડીફ અને તા. ૨૫ના રોજ બર્મિંગહામમાં કાર્યક્રમ યોજાશે

Tuesday 16th May 2017 11:22 EDT
 
 

"માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે બ્રિટનના પ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભારતના વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને તેમના સ્થાનિક સાથી કલાકારો દ્વારા ફાધર્સ ડે પ્રસંગની ઉજવણી કરવા ખાસ તૈયાર કરાયેલા "પિતૃ વંદના" કરતા ગીતો અને બોલીવુડના જુના હિન્દી ફીલ્મી ગીતોના મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોતાના પરિવાર, બાળકો અને સમાજ માટે પોતાનાથી બનતી બધી મહેનત કરી છૂટનાર પિતાની સેવાઅોને સાચા અર્થમાં બિરદાવવા માટે ગીત સંગીતના માધ્યમથી વંદન કરીશું.

ફાધર્સ ડે પ્રસંગે વિશેષ મેગેઝીન પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં પોતાના સંતાનોનું હેતપૂર્વક પોષણ કરી સંતાનોને સલાહ, હુંફ, પ્રેમ અને માર્ગદર્શન આપીને વિકાસની ક્ષિતીજો પર મૂકનાર પિતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, પિતાએ ઉઠાવેલી જહેમતની રોચક વાતો અને બાળકો તથા પરિવાર માટે નોંધપાત્ર પ્રદાન કરનાર પિતા અંગે મનનીય લેખો રજૂ કરવામાં આવશે.

જો આપને લાગતું હોય કે આપની આ સફળતા, શિક્ષણ, સંસ્કાર અને ઉછેર પાછળ પિતાની મહેનત જવાબદાર છે તો આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પિતાને શબ્દ રૂપે અંજલિ આપવાનો શ્રેષ્ઠ અવસર છે. જો આપ પિતા વિશે લેખ રજૂ કરવા માંગતા હો, પિતાનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ રજૂ કરવો હોય કે વંદન કરતો લેખ – પ્રોફાઇલ્સ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.

"પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે"ના આગામી કાર્યક્રમો

* શુક્રવાર તા. ૯ જુન રાત્રે ૮થી

મ્યુઝીક આર્ટ્સ પ્રસ્તુત

સ્થળ: સીમ્ફની રૂમ, ૧૨૧ બર્નમૂર સ્ટ્રીટ, લેસ્ટર LE2 7JL.

ટીકીટ માટે સંપર્ક: પ્રવિણ મજીઠીયા : 07971 626 464 અને મેલ્ટન હોટ પટોટો શોપ 0116 268 0100.

* શનિવાર તા. ૧૭ અને રવિવાર ૧૮ જુન - બે દિવસ માટે - સાંજે ૬-૩૦થી ડીનર સાથે

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ પ્રસ્તુત

સ્થળ: મેસફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ HA3 5BD. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની તેટલી જ ટિકીટ મફત મળશે.

ટિકીટ માટે સંપર્ક: કમલ રાવ 07875 229 211 અને કોકિલા પટેલ 07875 229 177.

શનિવાર તા. ૨૪ જૂન સાંજે ૫-૩૦થી ડીનર સાથે

હિન્દુ કાઉન્સિલ વેલ્સ પ્રસ્તુત

સ્થળ: સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB.

ટિકીટ માટે સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320 અને રાધિકા કડાબા 07966 767 659.

રવિવાર તા. ૨૫ જુન બપોરે ૩થી સાંજના ૭

સ્થળ: શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૫૪૧ એ, વોરિક રોડ, બર્મિંગહામ, B11 2JP.

ટિકીટ માટે સંપર્ક: અંજુબેન શાહ 07814 583 907 અને જયંતિલાલ જગતીયા 07808 930 748.

“પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે” કાર્યક્રમોનું આયોજન આપના સામાજીક સંગઠન, મંડળ કે મંદિર દ્વારા કરવું હોય અથવા "પિતૃ વંદના" મેગેઝીન વિશે વધુ માહિતી જોઇતી હોય અને તા. ૧૭ અને તા. ૧૮ના કાર્યક્રમની ટીકીટ (ડીનર સાથે પ્રથમ ૮ લાઇન માટે £૧૫ અને બાકીની લાઇન માટે £૧૨ - પ્રથમ ૮ લાઇન માટે ટિકીટનો દર માત્ર £૧૫ છે. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની ટિકીટ મફત આપવામાં આવશે. ) ખરીદવી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected] અને કોકિલાબેન પટેલ 07875 229 177 અને [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter