મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરે લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર અસર વર્તાવી છે ત્યારે હવેના સમયમાં મનોબળ મજબૂત કરવા, આંતરિક શક્તિ વધારવા અને સમગ્ર વિશ્વ માટે પ્રાર્થનારૂપે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા મહા મૃત્યુંજય જપ કરવામાં આવશે. ૨૪મી મેથી ૧૦૮ દિવસ માટે યોજાનારા મહા મૃત્યુંજય મંત્રજપમાં દેશના કોઈ પણ ખૂણેથી લોકો જોડાઈ શકે તે હેતુથી ઝૂમ પ્લેટફોર્મ પર દરરોજ ૧૦૮ વખત આ જપ કરવામાં આવશે. જેની લિંક cmahmedabad ફેસબુક પેજ પર મળી શકશે. ઝૂમ મીટિંગના માધ્યમથી સતત ૧૦૮ દિવસ સુધી દરરોજ સાંજે ૬.૦૦ વાગ્યાથી ૧૦૮ વખત મૃત્યુંજય જપ કરવામાં આવશે. વધુ માહિતી માટે જૂઓઃ ahmedabad.chinmayamission.com/