* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન દુર્ગા સહસ્ત્ર નામાવલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.
* શ્રી ગુર્જર હિન્દુ યુનીયન, સનાતન મંદિર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે મંદિરના પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શનિવાર તા. ૨૧-૩-૧૫થી શનિવાર તા. ૨૮-૩-૧૫ દરમિયાન રોજ બપોરે ૧થી ૫ દરમિયાન શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન નવચંડી મહાયજ્ઞ, શ્રી દુર્ગાયંત્ર મહાપૂજાનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
* મહાકાલી મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી પ્રસંગે ગરબાનું આયોજન તા. ૨૧-૩-૧૫થી તા. ૨૯-૩-૧૫ રોજ સાંજે ૭-૦થી ૧૧-૩૦ દરમિયાન સડબરી પ્રાયમરી સ્કૂલ, વોટફર્ડ રોડ, વેમ્બલી HA0 3EY ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૮-૩-૧૫ના રોજ શનિવારે આઠમની ઉજવણી થશે. સંપર્ક: પુષ્પાબેન પટેલ 020 8907 0385.
* ગાયત્રી પરિવાર યુકે દ્વારા ચૈત્રી નવરાત્રી પ્રસંગે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ બપોરે ૧ કલાકે માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8907 3028.
* શ્રી જલારામ મંદીર, ૩૯-૪૫ અોલ્ડફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે ચૈત્રી નવરાત્રી પ્રસંગે રાસગરબાનું આયોજન શનિવાર તા. ૨૧થી ૨૮મી માર્ચ રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૨૭-૩-૧૫ના શુક્રવારે સવારે ૧૧થી ૪ દરમિયાન દુર્ગાષ્ટમી હવન થશે. સંપર્ક: 020 8578 8088.
000000000
* અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, UB9 4NA ખાતે મંદિરની પ્રતિમાના ૨૬મા પાટોત્સવ પ્રસંગે પૂ. ગોપાલબાપાની ઉપસ્થિતીમાં તા. ૨૨-૨૩ માર્ચ દરમિયાન પાટોત્સવ પૂજાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૧થી બપોરના ૧ દરમિયાન પાટોત્સવ પૂજા થશે. સોમવાર તા. ૨૩-૩-૧૫ના રોજ સવારે ૭થી ૮-૩૦ પાટોત્સવ પૂજા, પ્રસાદ, સાંજે ૬-૩૦ કલાકે મહાપ્રસાદ અને તે પછી કિર્તન સંધ્યાનો લાભ મળશે. શ્રી ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવશે. સંપર્ક: 01895 832 709.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૨-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી, દુબઇ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* સનાતન ધર્મ મંડળ, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૧૦-૫-૧૫ના રોજ યોજાયેલ સમુહ સત્યનાાયણ કથા માટે લંડનથી કોચ ઉપાડવામાં આવનાર છે. સંપર્ક: રજનીભાઇ આચાર્ય 07931 650 337.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE, ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શનિવારે બપોરે ૩ કલાકે જતિન્દ્ર સહા 'ભાગવદ ગીતા - સ્ટોરી અોફ યુનિવર્સ' વિષે પ્રવચન આપશે. સંપર્ક: 020 7381 3086.
* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૨૨-૩-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* વિશ્વ હિન્દુ પરિષદ યુકે સાઉથ લંડન શાખા, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ, CR7 6JN ખાતે બ્રહ્માકુમારીઝ આધ્યાત્મિક યુનિવર્સીટીના સહકારથી રાજ યોગના પ્રથમ વર્ગનું આયોજન તા. ૨૪-૩-૧૫ના રોજ ૧૨થી ૧ દરમિયાન કરવામાં આવ્યું છે. તે પછી દર મંગળવારે બપોરે ૧૨થી ૧ રાજ યોગા કરાશે. સંપર્ક: બીકે પ્રીતિ 020 7738 9230.
* ધ નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ના કાર્યક્રમો: * તા. ૨૩-૩-૧૫ સાંજે ૬-૧૫ કલાકે ટંગ અોન ફાયરના ઉપક્રમે 'ફીલ્મી આર્ટ લંડન એશિયન યંગ પ્રેઝન્ટેશન' પ્રદર્શન * તા. ૨૩-૩-૧૫ સાંજે ૬-૧૫થી ૮-૩૦ દરમિયાન કેતન મહેતા દિગ્દર્શીત ફિલ્મ 'રંગ રસીયા' દર્શાવાશે. * તા. ૨૪-૩-૧૫ના રોજ સવારે ૧૦થી ૪ દરમિયાન મહિલાઅો વિષે પરિસંવાદ – લંડન એશિયન ફીલ્મ ફેસ્ટીવલના ડાયરેક્ટર ડો. પુષ્પીંદર ચૌધરી દ્વારા પરિચય, તે પછી સાહેલીના સીઇઅો ક્રિષ્ણા પુજારા દ્વારા વાર્તાલાપ, ભોજન અને બપોરે ૨ કલાકે ફિલ્મ 'તારા' દર્શાવાશે. * તા. ૨૬-૩-૧૫ સાંજે ૬થી ૮-૩૦ અોમ રાઉત દિગ્દર્શિત ફીલ્મ 'લોકમાન્ય – એક યુગપુરૂષ' દર્શાવાશે. સંપર્ક: 020 7491 3567.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE, ખાતે તા. ૧૦-૪-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે તુષાર ત્રીવેદી દિગ્દર્શીત નાટક 'જીવણલાલે જાન જોડી'ના શોનું આયોજન કરાયું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 અને ભાનુભાઇ પંડ્યા 07931 708 026.
* એકવીટાસ દ્વારા રોકાણ માટેની મિલ્કતોની તા. ૨૬-૩-૧૫ના રોજ જાહેર હરાજી થશે. સંપર્ક: જોહ્ન મહેતાબ 020 7034 4855.
* યુકે એશિયન વીમેન્સ કોન્ફરન્સ એસોસિએશનની તા. ૨૧-૩-૧૫ના રોજ સેન્ટ મૈથ્યુઝ ચર્ચ, ક્રોયડન ખાતે યોજાયેલી જનરલ મીટીંગ અનિવાર્ય કરાણોસર મોકૂફ રાખવામાં આવી છે. સંપર્ક: તરલિકા 07889 719 853.
* બ્રેન્ટ એશિયન અોલ્ડ પીપલ એસોસિએશન દ્વારા મધર્સ ડે પ્રસંગે તા. ૧૯-૩-૧૫ના રોજ સવારે ૧૧-૩૦થી ૩-૩૦ દરમિયાન અનિલભાઇ ખરાદીના ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: ચુનીભાઇ કક્કડ 07427 572 742.