* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૫-૯-૧૫ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અને રાત્રે ૧૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આરતીનો લાભ મળશે. ભગવાનના દર્શન અને પંચાજીરીનો લાભ આખો દિવસ મળશે. સંપર્ક: 020 8965 2651.
* શ્રી સ્વામિનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે સાંજે ૭-૩૦ કલાકે આરતી તેમજ ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન અન્નકૂટ દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8459 4506.
*શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શનિવાર તા. ૫-૯-૧૫ના રોજ જન્માષ્ટમી પર્વ પ્રસંગે સવારના ૧૦થી બપોરના ૧ દરમિયાન ૨૧ હનુમાન ચાલિસા, બપોરના ૧-૧૫થી પ્રસાદ અને બપોરના ૪થી રાતના ૮-૩૦ દરમિયાન ભજન અને રાતના ૯થી કૃષ્ણ ભગવાનનું પારણું ઝૂલાવવાનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૫-૯-૧૫ના રોજ સાંજે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. યુકે યુરોપમાં આસ્થા ચેનલ પર રાત્રે ૯-૩૦થી ૧૨-૩૦ દરમિયાન ઉત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમજ ભારતમાં તા. ૬-૯-૧૫ના રોજ બપોરે ૨થી ૪ પ્રસારણ કરાશે. સંપર્ક: 020 8426 0678.
* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા જન્માષ્ટમી પર્વ પ્રસંગે તા. ૫-૯-૧૫ના રોજ ટોલવર્થ રિક્રીએશનલ સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ KT6 7LQ ખાતે કૃષ્ણ રાસ, ભક્તિ ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું છે. રોહીણીબેન પટેલના વડપણ હેઠળ ધ ડિવાઇન ઇન્ટરનેશનલ પરિવાર કાર્યક્રમ રજૂ કશે. સંપર્ક: 020 8397 7359.
* યોગી ડિવાઇન સોસાયટી, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરીધામ, ૬૭ વુડકોક હિલ, કેન્ટન હેરો HA3 0JH ખાતે શ્રી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી પ્રસંગે સાંજે ૫થી ૭ મહાસભા, તે પછી આરતી અને ૭-૩૦ કલાકે મહાપ્રસાદનો લાભ મળશે. આ પ્રસંગે ગુરૂપ્રસાદ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિત રહેશે. સંપર્ક: 07932 080 286.
* સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે તા. ૫-૯-૧૫ના રોજ સાંજે ૭થી આરતી, શ્રી કૃષ્ણ પૂજા, બાલભોગ આરતી વગેરેનો લાભ મળશે. તા. ૬-૯-૧૫ના રોજ રવિવારે સાંજે ૭થી નંદ મહોત્સવની ઉજવણી પ્રસંગે બાલભોગ, નંદ મહોત્સવ મહા આરતી વગેરનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
*ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૫-૯-૧૫ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. દૈનિક આરતી, અખંડ ધૂન, શ્રી કૃષ્ણ જન્મ, આરતી વગેરેનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.
* લોહાણા કોમ્યુનિટી અોફ નોર્થ લંડન દ્વારા તા. ૫-૯-૧૫ના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણીનું શાનદાર આયોજન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: વિશાલ સોઢા 07732 010 955.
* લોહાણા કોમ્યુનિટી ઇસ્ટ લંડન દ્વારા તા. ૫-૯-૧૫ના રોજ રાત્રે ૮થી મોડે સુધી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી નાગરેચા હોલ, ૧૯૨-૨૦૨, લેયટન રોડ, લંડન E15 1ST ખાતે કરવામાં આવ્યું છે. ફરાળી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: દક્ષાબેન 020 8554 2302.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૫-૯-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા અને રાત્રે ૯થી જન્માષ્ટમી પર્વમની ઉજવણી કરવામાં આવશે. રવિવાર તા. ૬-૯-૧૫ના રોજ બપોરે ૩થી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર સોમવારે શિવ પૂજાનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૯-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* શ્રી સનાતન મદિર અને કોમ્યુનિટી સેન્ટર, ૮૪ વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે શ્રી સત્યનારાયણ દેવ મહાપૂજાનું આયોજન રવિવાર તા. ૬-૯-૧૫ના રોજ સવારે ૧૦થી કરવામાં આવ્યું છે. કથા બાદ ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: મંદિર 0116 266 1402.
* એશિયન મ્યુઝીક સર્કિટ દ્વારા સવિતા દેવી અને રાધિકા ચોપરાના 'ડબલ બિલ' ગઝલ કાર્યક્રમનું આયોજન તા. ૫-૯-૧૫ના રોજ કેડોગન હોલ, ૫ સલોન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 7730 4500.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૫-૯-૧૫ શનિવારે સાંજે ૫-૩૦થી ડીનર સાથે 'ભાડુતી વર' નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 અને ભાનુભાઇ પંડ્યા 07931 708 026.
BAPS સ્વામિનારાયણ મંદિર મહોત્સવ પ્રસંગે વિશેષ અહેવાલ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના શુભારંભની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે મંદિર ખાતે ઉજવવામાં આવેલ મહોત્સવનો તસવીરસહ વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહે 'ગુજરાત સમાચાર'માં પ્રસ્તુત થશે. 'ગુજરાત સમાચાર'માં આ ઉત્સવ પ્રસંગે રજૂ કરવામાં આવેલ વિશેષ પૂર્તિ વાંચીને ઘણા બધા વાચક મિત્રોએ ફોન, ઇમેઇલ અને પત્રો દ્વારા આનંદ વ્યક્ત કર્યો હતો અને મંદિરના સંતો, ટ્રસ્ટીઅો, ભક્તો અને જાહેરખબર દાતાઅોની સેવાની સરાહના કરી હતી.
શનિવારે ઝી લંડન મેળાનું આયોજન
ઝી લંડન મેળાનું આયોજન તા. ૬-૯-૧૫ના રોજ ખાતે બપોરે ૧થી ૯ દરમિયાન ગનર્સબરી પાર્ક W3 ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલીવુડ, અર્બન અને ક્લાસિકલ મ્યુઝીક, આઉટડોર, આર્ટ્સ, નૃત્ય, ફેશન, સ્પોર્ટ્સ, કિડ્ઝ એરિયા, ટેસ્ટ્સ અોફ એશિયા, લંડન મેલા બાજાર, વિશાળ ફનફેર અને અંતે મનોરમ્ય આતશબાજીનો આનંદ માણવા મળશે. આપની ટિકીટ આજે જ બુક કરાવો. www.londonmela.org