કાર્ડિફ સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર જયભાઈ લાખાણીના નિધન અંગે તેમના પરિવારને સાંત્વના પાઠવે છે. તેમના નિધનથી પરિવારને તેમજ યુકેની હિંદુ કોમ્યુનિટીને કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. તેમણે હંમેશા હિંદુ કોમ્યુનિટીને શક્તિ અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. તેઓ ખૂબ વિવેકી, નમ્ર, સિદ્ધાંતવાદી અને દ્રઢસંકલ્પના માનવી હતા. તેઓ કાર્ડિફ સનાતન મંદિરની મુલાકાતે આવ્યા હતા. થોડાં વર્ષ પહેલા હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સના પ્રારંભ પ્રસંગે પણ હાજર રહ્યા હતા. અમને હંમેશા તેમની ખોટ રહેશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.