લંડનના કેન્ટનમાં આવેલું મા કૃપા ફાઉન્ડેશન યુકે ૧૨ કરતાં વધુ વર્ષ પહેલા સ્થપાયેલી ચેરિટી છે. તેનો ઉદ્દેશ ખૂબ જરૂરતમંદ અને નિર્બળ લોકોને મદદ કરવાનો છે. ચેરિટીના મોટાભાગના ટ્રસ્ટીઓ ૮૦ વર્ષથી વધુની ઉંમરના છે. ચેરિટીના ઉદ્દેશોને પાર પાડવા માટે ફંડ ઉઘરાવવા સંસ્થા દ્વારા કેટલાંક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
કોવિડ મહામારીમાં લોકડાઉન દરમિયાન પણ ચેરિટી દ્વારા ભારતથી ૩ ભાગવત કથા અને મોતિયાના ૨,૦૦૦ ઓપરેશન સાથે ૬ આઈ કેમ્પનું આયોજન કરાયું હતું. મા કૃપા ફાઉન્ડેશન દ્વારા કેન્ટનની સેન્ટ લ્યૂક્સ હોસ્પિસને ૫,૦૦૦ પાઉન્ડનું ડોનેશન, નોર્થવીક પાર્ક હોસ્પિટલને પેશન્ટ મોનિટરિંગ યુનિટ ઈન્ફિનીટી M540, ગુજરાતના રાજકોટ અને ગોંડલમાં ચાર અલગ આઈ કેમ્પમાં ૧૭,૦૦૦ પાઉન્ડનું ડોનેશન અપાયું છે. મા કૃપા ફાઉન્ડેશન જરૂરતમંદની સેવા માટે સદાય તત્પર રહે છે.
વધુ વિગત માટે સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ – 020 8907 0028