જીએચએસ પ્રેસ્ટન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Wednesday 21st February 2024 06:57 EST
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યે GHS મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. આ પ્રસંગે 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને દેશની આઝાદી કાજે બલિદાન આપનાર શહીદોને અંજલિ અર્પી હતી. આ પ્રસંગે GHSના પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દશરથભાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. બીજા દિવસે 27 જાન્યુઆરીએ યુવા પેઢીનો ભારતીય સંસ્કારવારસા સાથેનો નાતો મજબૂત બનાવવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર યાકુબ પટેલ અને બ્રિગેડિયર પીટર રાફેર્ટી અને લેન્કેશાયરના ડેપ્યુટી પોલીસ કમિશનર એન્ડી પ્રાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં 400થી વધુ લોકો સામેલ થયા હતા અને ભારતનું પ્રજાસત્તાક પર્વ ઉલ્લાસભેર ઉજવ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter