જાલોર: પાલી જૈનાચાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્ર સૂરીશ્વર મહારાજના દૃઢ નિશ્ચયને કારણે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાન મંદિરનું નિર્માણ સાકાર થયું છે. ગુજરાતના શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થથી 12 કિમી દૂર પાનવા ગામે 8 વીઘામાં આ ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. સાત મંદિરમાં મુખ્ય ભગવાન પાર્શ્વનાથ, ગુરુદેવ ધનેન્દ્ર સૂરી, અંબે માતા, નાકોડા ભૈરવ, પદ્માવતી માતા, ઘંટાકર્ણ મહાવીર અને મણિભદ્ર વીરની મૂર્તિઓની સ્થાપના કરાશે. જ્યારે પરિસરમાં નિર્મિત 1008 દેરીઓમાં ભગવાન પાર્શ્વનાથના વિવિધ 1008 સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
આચાર્યદેવેશના જણાવ્યા મુજબ મૂર્તિઓની પાછળ આકર્ષક સુંદર કોતરણીવાળા સિંહાસન હશે. આ મૂર્તિઓ જયપુરથી આવશે. મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ 25 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં મહેમાનોને મારવાડી સ્વાદમાં મહાપ્રસાદી પીરસવામાં આવશે.
નવનિર્મિત મંદિર વિશે જાણવા જેવું...
• મંદિરમાં 108 ઇંચની મુખ્ય ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા, બાકી 6 પ્રતિમા 31 ઇંચની અને 1008 પ્રતિમા 15-15 ઇંચની હશે.
• 25 જાન્યુઆરીથી શરૂ થનાર પ્રતિષ્ઠા મહોત્સવ આઠ દિવસ ચાલશે. વિદેશથી અનેક પરિવારો આવશે.
• 100 સંતો માટે નગરી. સંસદ ભવનની શૈલી મૂજબનું પૂજાસ્થળ હશે જેમાં 10 હજાર લોકો બેસી શકશે.
• 65 વિઘા કુલ જમીન છે, જેમાંથી 8 વીઘામાં મંદિરનું નિર્માણ. બાકીની જમીનમાં કાર્યક્રમ માટે પંડાલ બનાવાશે.