તમારી ક્ષમતાને વિકસાવોઃ સ્વામી સ્વરૂપાનંદ સાથે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રની શક્તિને ઓળખો

Tuesday 10th September 2024 15:10 EDT
 
 

આ સપ્ટેમ્બર મહિનામાં ચિન્મય મિશનના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદના લંડનમાં આગમનને ચિન્મય મિશન યુકે દ્વારા આવકાર અપાઈ રહ્યો છે ત્યારે પ્રાચીન હિન્દુ ફીલોસોફીના હાર્દમાં જીવનને બદલી નાખતી યાત્રામાં સામેલ થવા માટે સજ્જ બની જાવ. ‘પવિત્ર નાદ -Sacred Sounds’ નામની મંત્રમુગ્ધ બનાવી દેનારી ઉપદેશાત્મક શ્રેણી મારફત સ્વામી સ્વરૂપાનંદ પવિત્ર ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના વિશિષ્ટ મહત્ત્વનું રહસ્ય ઉજાગર કરશે અને તેની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કરાવવા ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપશે. આ ઉપદેશાત્મક શ્રેણી 24થી 28 સપ્ટેમ્બર સુધીના ગાળામાં રહેશે.

અગાઉ ના કરી હોય તેવી ગહન શોધમાં ઉતરી જાવઃ

સદીઓથી વિશ્વના લોકો ‘ઓમ નમઃ શિવાય’ના મંત્ર જપતા રહ્યા છે પરંતુ, તેનું ગહન જ્ઞાન અને સર્વોચ્ચ સત્ય ઘણી વખત સપાટીની નીચે જ છુપાયેલું રહે છે. 24થી 28 સપ્ટેમ્બરના સમયગાળામાં સ્વામી સ્વરૂપાનંદ તમને પ્રસિદ્ધ પાઠ ‘શિવ પંચાક્ષર સ્તોત્રમ’નાં સુંદર ડહાપણને જાણવાની યાત્રા પર લઈ જશે અને આ પવિત્ર મંત્રની અંદર રહેલાં ઊંડા સ્તરનું રહસ્ય સમજાવશે.

વૈશ્વિક આધ્યાત્મિક ગુરુના જ્ઞાન-ડહાપણનો અનુભવ કરોઃ

આધ્યાત્મિક બાબતો વિશે શંકા અને ગુંચવાડાથી ભરપૂર આ યુગમાં સ્વામી સ્વરૂપાનંદ એવો દુર્લભ અવાજ છે જેમાં મૌલિકતા અને સુગમતા, થીઅરીની સાથે સ્વ-અભ્યાસ અને તર્કની સાથે હૃદયનું સંમિશ્રણ છે. સ્વામી ચિન્મયાનંદજી (ચિન્મય મિશનના સ્થાપક)ના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદ આધુનિક વિશ્વમાં વિવિધ પશ્ચાદભૂ ધરાવતા જિજ્ઞાસુઓ માટે વેદાંત (હિન્દુ ફીલોસોફી)નું શાશ્વત જ્ઞાન લઈને આવ્યા છે.

ઈવેન્ટની વિગતોઃ

તારીખોઃ 24થી 27 સપ્ટેમ્બર, (7:30 PM થી 9:00 PM) અને 28 સપ્ટેમ્બર (6:00 PM થી 7:30 PM)

સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર, વેમ્બલી, HA9 9PE

પ્રવેશઃ નિઃશુલ્ક અને તમામ માટે ખુલ્લો છે.

હમણાં જ http://www.bit.ly/yagna2024પર રજિસ્ટર કરાવો.

ચિન્મય મિશન વિશે જાણકારી

ચિન્મય મિશન કોઈ પણ પશ્ચાદભૂ ધરાવતી વ્યક્તિ સમાજને રચનાત્મક પ્રદાન કરવાને સક્ષમ બની શકે તે માટે ભારતીય ફીલોસોફી (વેદાંત)નું સાર્વત્રિક જ્ઞાન પુરું પાડવા તેમજ વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસના વ્યવહારુ સાધનસજ્જતાને સમર્પિત વૈશ્વિક આધ્યાત્મિક અને ચેરિટેબલ સંસ્થા છે. અમારું યુકે સેન્ટર, ચિન્મય કીર્તિ હેન્ડોન, નોર્થ લંડનમાં આવેલું છે, જે યુવાવિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતા વિવિધ ઈનિશિયેટિવ્ઝ દ્વારા આપણા સમાજના કલ્યાણમાં યોગદાન આપવા સક્રિય રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter