બ્રિટનની જાણીતી સંસ્થા ફૂડ ફોર ઓલના હરે કૃષ્ણ ભક્તો તાજેતરમાં વિનાશક ભૂકંપનો ભોગ બનેલા અને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા તુર્કીના અસરગ્રસ્તોની વ્હારે પહોંચ્યા છે. સંસ્થાના સ્વયંસેવકો પૂર્વ તુર્કીના અદિયામાન પહોંચ્યા છે, જ્યાં 10 હજારથી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાઇ ગયા છે. અહીં ફૂડ ફોર ઓલના સ્વયંસેવકોએ માઇનસ પાંચ ડિગ્રી ટેમ્પરેચરમાં 700થી વધુ રાહતબચાવ કાર્યકરો - પોલીસ - આર્મી - ફાયરમેન ઉપરાંત રાહતકેમ્પમાં રહેતા 1600થી વધુ નિરાશ્રિતોને ભોજન પૂરું પાડવાની સ્તુત્ય સેવા કરી રહ્યા છે.